Gati Shakti Vishwavidyalaya Recruitment Gujarat: ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા ગુજરાતમાં ઓફિસર, લાઈબ્રેરીયન, એન્જીનીયર જેવા વિવિધ પદો પર કાયમી ભરતી જાહેર

Gati Shakti Vishwavidyalaya Recruitment Gujarat: ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ પદો પર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Gati Shakti Vishwavidyalaya Recruitment Gujarat। ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી

સંસ્થા/વિભાગનું નામગતિ શક્તિ વિશ્વવિદ્યાલય
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ17 ફેબ્રુઆરી 2025
સત્તાવાર વેબસાઈટhttps://gav.ac.in/careers/

અગત્યની તારીખો:

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા 18 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, અલગ-અલગ પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્ય નાણાં અને હિસાબી અધિકારી,સંયુક્ત કુલ સચિવ,ડેપ્યુટી કુલ સચિવ,ડેપ્યુટી ગ્રંથપાલ,વરિષ્ઠ ટેકનોલોજી અધિકારી,વરિષ્ઠ હિસાબી અધિકારી,એક્ઝિક્યુટિવ ઇજનેર (સિવિલ),વરિષ્ઠ જાહેર સંબંધો અધિકારી,સહાયક કુલ સચિવ,આઇટી અને સિસ્ટમ્સ અધિકારી,સહાયક નિયામક/શારીરિક શિક્ષણ,સહાયક ઇજનેર (ઇલેક્ટ્રિકલ),સહાયક ગ્રંથપાલ,સહાયક પ્રોગ્રામર,વરિષ્ઠ વિભાગ અધિકારી,પબ્લિક,રિલેશન્સ અધિકારી,પ્લેસમેન્ટ અધિકારી અને અન્યો પદો પર ભરતી ચાલુ છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછાં માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:

ઉમેદવાર મિત્રો ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય માં પદો પ્રમાણે ઉમેદવાર ને અલગ અલગ પગાર આપવામાં આવશે.

  1. મુખ્ય નાણાં અને હિસાબી અધિકારી: પગાર સ્તર 14
  2. સંયુક્ત કુલ સચિવ: પગાર સ્તર 13
  3. ડેપ્યુટી કુલ સચિવ: પગાર સ્તર 12
  4. ડેપ્યુટી ગ્રંથપાલ: પગાર સ્તર 12
  5. વરિષ્ઠ ટેકનોલોજી અધિકારી: પગાર સ્તર 11
  6. વરિષ્ઠ હિસાબી અધિકારી: પગાર સ્તર 11
  7. એક્ઝિક્યુટિવ ઇજનેર (સિવિલ): પગાર સ્તર 11
  8. વરિષ્ઠ જાહેર સંબંધો અધિકારી: પગાર સ્તર 11
  9. સહાયક કુલ સચિવ: પગાર સ્તર 10
  10. આઇટી અને સિસ્ટમ્સ અધિકારી: પગાર સ્તર 10
  11. સહાયક નિયામક/શારીરિક શિક્ષણ: પગાર સ્તર 10
  12. સહાયક ઇજનેર (ઇલેક્ટ્રિકલ): પગાર સ્તર 10
  13. સહાયક ગ્રંથપાલ: પગાર સ્તર 10
  14. સહાયક પ્રોગ્રામર: પગાર સ્તર 08
  15. વરિષ્ઠ વિભાગ અધિકારી: પગાર સ્તર 08
  16. પબ્લિક રિલેશન્સ અધિકારી: પગાર સ્તર 08
  17. પ્લેસમેન્ટ અધિકારી: પગાર સ્તર 10 (કરાર આધારિત)
  18. નોંધ: પગાર માટેના સ્તર સરકારના 7મા પગાર પંચ (7th Pay Commission) અનુસાર છે. આમાં DA, HRA અને અન્ય ભથ્થા પણ શામેલ થાય છે. વધુ વિગતો માટે તમે અધિકૃત નોટિફિકેશનની મુલાકાત લો.

મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય માં કુલ જગ્યાઓ 18 જગ્યાઓ પર ભરતી ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પસંદગી પ્રક્રિયા:

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ ,પરીક્ષા અને 2 વર્ષ ના અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને નીચે મુજબ ફી ચુકવાની રહેશે.

  • અનારક્ષિત (General) અને ઓબીસી (OBC) ઉમેદવારો માટે: ₹1000 + GST (નોન-રિફંડેબલ)
  • PwBD (વિકલાંગતા ધરાવતા), મહિલા અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે:કોઈ અરજી ફી નથી.

શૈક્ષણિક લાયકાત:

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ની માહિતી મુજબ ઉમેદવાર માટે અલગ – અલગ લાયકાત ની જરૂર છે.

  1. મુખ્ય નાણાં અને હિસાબી અધિકારી:
    • Chartered Accountant (CA) અથવા Cost Accountant (CMA) અથવા MBA (Finance) સાથે નાણાકીય વ્યવસ્થાપનમાં અનુભવ જરૂરી.
  2. સંયુક્ત કુલ સચિવ:
    • પદ માટે નિર્દિષ્ટ શૈક્ષણિક લાયકાત સાથે વહીવટી ક્ષેત્રમાં બહોળો અનુભવ આવશ્યક છે.
  3. ડેપ્યુટી કુલ સચિવ:
    • યોગ્ય શૈક્ષણિક પાત્રતા અને વહીવટી કાર્યક્ષેત્રમાં અભ્યાસ અને અનુભવ.
  4. ડેપ્યુટી ગ્રંથપાલ:
    • Master’s in Library Science (M.Lib.Sc.) અથવા Library and Information Science (M.L.I.Sc.) અને લાઇબ્રેરી સંચાલનનો અનુભવ.
  5. વરિષ્ઠ ટેકનોલોજી અધિકારી:
    • સંબંધિત ક્ષેત્રમાં B.Tech./B.E./M.Tech. અથવા Master’s Degree સાથે ટેકનોલોજી ક્ષેત્રમાં કાર્યનો અનુભવ.
  6. આઇટી અને સિસ્ટમ્સ અધિકારી:
    • IT/Computer Scienceમાં B.Tech./MCA અથવા સમકક્ષ ડિગ્રી.
  7. સહાયક ગ્રંથપાલ:
    • Bachelor’s Degree in Library Science અથવા Library and Information Science.
  8. સહાયક પ્રોગ્રામર:
    • Computer Science/ITમાં Bachelor’s અથવા Master’s Degree સાથે પ્રોગ્રામિંગનો અનુભવ.

અન્ય પદો માટે:
દરેક પદ માટે સ્પષ્ટ શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી માટે GSVની અધિકૃત વેબસાઇટ (https://gav.ac.in/careers/) પર ઉપલબ્ધ સંપૂર્ણ જાહેરાત વાંચવી અનિવાર્ય છે.

    શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.

    અરજી પ્રક્રિયા:

    • ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
    • હવે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
    • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
    • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
    • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
    • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

    આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

    અરજી કરવા માટે જરૂરી લિંક:

    જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
    ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
    Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

    નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

    WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
    Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

    Leave a Comment