Indian Oil Recruitment 2025: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
Indian Oil Recruitment 2025। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી
સંસ્થા/વિભાગનું નામ | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 07 ફેબ્રુઆરી 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://www.iocl.com/apprenticeships |
અગત્યની તારીખો:
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા 18 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 07 ફેબ્રુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,ટ્રેડ એપ્રેન્ટિસ, ટેકનિકલ એપ્રેન્ટિસ, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ જેવા વિવિધ પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન માં કુલ 513 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલુ છે. એરિયા વાઈઝ જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે નીચે આપેલ નોટિફિકેશનનો સંદર્ભ લો.
અરજી ફી
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની રહેશે નહિ.
પસંદગી પ્રક્રિયા:
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત તથા અભ્યાસ દરમ્યાન મેળવેલ માર્ક્સના મેરિટના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ઓછામાં ઓછી વય 18 વર્ષ તથા વધુમાં વધુ વય 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને આ વયમર્યાદામાં છૂટ મળી શકે છે. વય મર્યાદા ની વધુ માહિતી માટે તમે સંસ્થાનો સંપર્ક કરી શકો છો.
પગાર:
ઉમેદવાર મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન માં પદો પ્રમાણે ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. પગાર ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત:
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની માહિતી મુજબ ઉમેદવાર પાસે ટેકનિકલ અને નોન-ટેકનિકલ એપ્રેન્ટિસ માટે અલગ અલગ લાયકાત હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા નીચે આપેલ જાહેરાત વાંચો.
અરજી પ્રક્રિયા:
- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Gati Shakti Vishwavidyalaya Recruitment Gujarat: ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા ગુજરાતમાં ઓફિસર, લાઈબ્રેરીયન, એન્જીનીયર જેવા વિવિધ પદો પર કાયમી ભરતી જાહેર
- GSCSCL Recruitment 2025: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં 100+ ખાલી જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, મહિનાનો પગાર રૂપિયા 18,000 થી શરુ
- Birsa Munda Tribal University Recruitment Gujarat: બિરસા મુંડા યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક, એકાઉન્ટન્ટ, લાઈબ્રેરીયન જેવા વિવિધ પદો પર કાયમી નોકરીની તક, પગાર રૂ 34,800 સુધી
- Army Public School Recruitment 2025: ગુજરાતની આર્મી પબ્લિક સ્કૂલમાં ક્લાર્ક, નર્સ, ટીચર તથા અન્ય પદો પર નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.