NALCO Recruitment 2025: નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) દ્વારા માઇનિંગ, નર્સ, ફાર્માસિસ્ટ જેવા વિવિધ પદો પર ભરતી જાહેર

NALCO Recruitment 2025: નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

NALCO Recruitment 2025। નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) ભરતી

સંસ્થા/વિભાગનું નામનેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો)
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ21 જાન્યુઆરી 2025
સત્તાવાર વેબસાઈટ https://nalcoindia.com/

અગત્યની તારીખો:

નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) દ્વારા 17 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,લેબોરેટરી, ઓપરેટર, ફિટર, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, હેમમ ઓપરેટર, માઇનિંગ, નર્સ, ફાર્માસિસ્ટ ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) ની ભરતી માં ઉમેદવાર ની અલગ-અલગ જગ્યાઓ માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. SUPT (JOT) Laboratory, Operator, Fitter, Electrical, Instrumentation, Geologist, HEMM Operator, Mining Mate, અને Motor Mechanic પદ માટે ઉમેદવારની ઉંમર મહત્તમ 27 વર્ષ હોવી જોઈએ. SUPT (SOT) Mining પદ માટે 28 વર્ષ સુધીની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ડ્રેસર-કમ-ફર્સ્ટ એઈડર (W2 Grade), Laboratory Technician Gr. III, Nurse Gr. III, અને Pharmacist Gr. III પદ માટે ઉમેદવારો માટે ઉંમર મર્યાદા મહત્તમ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.

ઉંમર મર્યાદામાં સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારો માટે છૂટછાટ આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે નોટિફિકેશન ચકાસવું મહત્વપૂર્ણ છે.

પગાર:

ઉમેદવાર મિત્રો નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) માં પદો પ્રમાણે ઉમેદવાર ને પગાર આપવામાં આવશે.

નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) માટે પસંદ થયેલ ઉમેદવારોને આકર્ષક પગારધોરણ આપવામાં આવશે. SUPT (JOT) Laboratory, Operator, Fitter, Electrical, Instrumentation, Geologist, HEMM Operator, Mining, Mining Mate અને Motor Mechanic પદ માટે માસિક પગાર ₹12,000 થી ₹70,000 સુધી રહેશે.

ડ્રેસર-કમ-ફર્સ્ટ એઈડર (W2 Grade) માટે માસિક પગાર ₹27,300 થી ₹65,000 રહેશે, જ્યારે Laboratory Technician Gr. III, Nurse Gr. III અને Pharmacist Gr. III પદ માટે માસિક પગાર ₹29,500 થી ₹70,000 સુધી રહેશે.

ઉમેદવારોને તેમની પદકક્ષાને અનુરૂપ અન્ય લાભો અને સુવિધાઓ પણ કંપનીના નીતિ મુજબ ઉપલબ્ધ રહેશે.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) માં કુલ 518 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પસંદગી પ્રક્રિયા:

નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) ની ભરતી માં ઉમેદવારની પસંદગી 3 તબક્કા ના આધારે કરવામાં આવશે.

કંપની દ્વારા કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT):

  • પરીક્ષામાં 60% પ્રશ્નો ટેક્નિકલ (ડોમેન) વિષયો પર આધારિત રહેશે.
  • બાકીના 40% પ્રશ્નો સામાન્ય જ્ઞાન (General Awareness) પર આધારિત રહેશે.

ટ્રેડ ટેસ્ટ:

  • CBT અને ટ્રેડ ટેસ્ટમાં કુલ વેઇટેજ અનુક્રમે 60% અને 40% રહેશે.

દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ:

  • પરીક્ષા અને ટ્રેડ ટેસ્ટમાં સફળ થયેલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.
  • પસંદગીના અંતે, ઉમેદવારો કંપનીના મેડિકલ બોર્ડ દ્વારા તબીબી રીતે ફિટ જાહેર કરવામાં આવશે તો જ નિમણૂક માન્ય થશે.

પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ફી નીચે મુજબ છે.

General/OBC (NCL)/EWS ઉમેદવારો: ₹100

SC/ST/PwBD: કોઈ પણ અરજી ફી નથી.

શૈક્ષણિક લાયકાત:

નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) ની માહિતી મુજબ ઉમેદવાર માટે અલગ – અલગ લાયકાત ની જરૂર છે.

  1. SUPT (JOT) Laboratory:
    • B.Sc. (Hons) રાસાયણશાસ્ત્રમાં પાસ હોવું જોઈએ.
  2. SUPT (JOT) Operator:
    • 10મું પાસ સાથે 2 વર્ષના ITI (NCVT/NCVET) પ્રમાણપત્ર સાથે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ટેકનિશિયન મેકેટ્રોનિક્સ, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક અથવા ફિટર ટ્રેડમાં ઍપ્રેન્ટિસશિપનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  3. SUPT (JOT) Fitter:
    • 10મું પાસ સાથે ફિટર ટ્રેડમાં 2 વર્ષના ITI (NCVT/NCVET) અને ઍપ્રેન્ટિસશિપનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  4. SUPT (JOT) Electrical:
    • 10મું પાસ સાથે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં 2 વર્ષના ITI (NCVT/NCVET) અને ઍપ્રેન્ટિસશિપનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  5. SUPT (JOT) Instrumentation/Instrument Mechanic:
    • 10મું પાસ સાથે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડમાં 2 વર્ષના ITI (NCVT/NCVET) અને ઍપ્રેન્ટિસશિપનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  6. SUPT (JOT) Geologist:
    • B.Sc. (Hons) ભૌમિશાસ્ત્રમાં પાસ હોવું જોઈએ.
  7. SUPT (JOT) HEMM Operator:
    • 10મું પાસ સાથે MMV અથવા ડીઝલ મિકેનિક ટ્રેડમાં 2 વર્ષના ITI (NCVT/NCVET) અને ઍપ્રેન્ટિસશિપનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
    • હેવી વ્હિકલ ડ્રાઇવિંગ લાઈસન્સ આવશ્યક છે અને ફર્સ્ટ એઈડ ટ્રેનિંગનું પ્રમાણપત્ર ઇચ્છનીય છે.
  8. બાકી પદો માટે લાયકાત:
    બાકીના પદો માટેની લાયકાત જાણવા માટે, ઉમેદવારોને નાલ્કો ભરતી 2025ની ઓફિશિયલ નોટિફિકેશન જોવા વિનંતી છે.

શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.

અરજી પ્રક્રિયા:

  • નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો)ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment