SBI Clerk Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ક્લાર્ક માં 13700+પદો પર ભરતી જાહેર,પગાર રૂપિયા ₹64,480 સુધી

SBI Clerk Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની દ્વારા વિવિધ પદો માટેની ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

SBI Clerk Recruitment 2025 | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી

સંસ્થા/વિભાગનું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ07 જાન્યુઆરી 2025
સત્તાવાર વેબસાઈટsbi.co.in

અગત્યની તારીખો:

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 27 ડિસેમ્બર 2024 ના રોજ નોકરી માટે જાહેરાત બહાર પાડી છે. જો તમે આ ભરતીમાં જોડાવા માંગતા હો, તો યાદ રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 07 જાન્યુઆરી 2025 છે. અમે તમને ખાસ સલાહ આપીએ છીએ કે આ તારીખથી પહેલા તમારી અરજી જમા કરી દો, કારણ કે છેલ્લી તારીખ વીતી ગયા બાદ અરજીઓ સ્વીકારવામાં નહીં આવે.જેની ખાસ નોંધ લેવી.

પદોના નામ:

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની દ્વારા જુનિયર એસોસિયેટ (ક્લાર્ક) ના પદો માટે ભરતીની પ્રક્રિયા ચાલુ છે, પદો ને લાગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની ભરતી માં ઓછા માં ઓછી 20 થી 28 વર્ષ સુધી ની હોવી જોઈએ. તેથી વય મર્યાદા ની વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પગાર:

ઉમેદવાર મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં પદોને અનુરૂપ પગાર ₹24,050 થી ₹64,480 સુધી મળશે. પગાર સાથે સંકળાયેલી અન્ય માહિતી સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવશે

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં કુલ 13,735 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. આ અંગે વધુ માહિતી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની ભરતીમાં, ઉમેદવારની પસંદગી પ્રાથમિક પરીક્ષા એ આ પરીક્ષાનો પ્રથમ તબક્કો છે. આ તબક્કે ઉમેદવારોની મૌલિક પ્રતિભા અને પાત્રતાની કસોટી કરવામાં આવે છે, જે આગળની પ્રક્રિયામાં જઈ શકે તે માટેની પહેલ છે.

મુખ્ય પરીક્ષા
પ્રાથમિક પરીક્ષા પાર કર્યા પછી ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં જવા પાત્ર બને છે. આ તબક્કો વધુ જટિલ છે અને ઉમેદવારોની ઊંડાણપૂર્વકની જ્ઞાન અને કૌશલ્યની તપાસ કરે છે.

ભાષા કુશળતા પરીક્ષણ
મુખ્ય પરીક્ષા પૂર્ણ કર્યા બાદ, ઉમેદવારોની સ્થાનિક ભાષામાં કુશળતા ચકાસવામાં આવશે. જોડાણ પહેલાં આ પરીક્ષણ દ્વારા ખાતરી કરવામાં આવે છે કે ઉમેદવારની ભાષા જ્ઞાન સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ છે. પસંદગી સાથે સંબંધિત વધુ માહિતી માટે, કૃપા કરીને જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવાર મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં, પદો માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે તથા જો તમે તમારા ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં હોવ તો પણ તમે અરજી કરી શકો છો. પરંતુ તમારે 31મી ડિસેમ્બર 2024 પહેલા ડિગ્રી પાસ કર્યાનો પુરાવો બતાવવો પડશે. ત્યાર બાદ અરજી સ્વીકારવામાં આવશે.

અરજી ફી

ઉમેદવાર મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી સૂચના અનુસાર, જનરલ/OBC/EWS શ્રેણી ના ઉમેદવાર ને ₹750 અરજી ફી ચુકવણી રહેશે અને SC/ST/PWD માં આવતા ઉમેદવાર ને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી.

અરજી પ્રક્રિયા:

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment